શ્રીલંકાને ૪૧ રનમાં ઢેર કરી ત્રણ ઓવરમાં ૪૩ રન કરીને ૧૦ વિકેટે જીત મેળવી
અનુરાગ ઠાકુર, મીનાક્ષી લેખી જેવા નેતાઓ અને ઍક્ટર જૅકી ભગનાણીની હાજરીમાં વર્લ્ડ કપ ટ્રોફી લૉન્ચ કરવામાં આવી હતી.
નવી દિલ્હીમાં ગઈ કાલે ૬ ટીમ વચ્ચેના પહેલા બ્લાઇન્ડ વિમેન્સ T20 વર્લ્ડ કપની શરૂઆત થઈ હતી. દિલ્હીના મૉડર્ન સ્કૂલના મેદાનમાં સહ-યજમાન દેશો ભારત-શ્રીલંકાની ટક્કરથી ટુર્નામેન્ટ શરૂ થઈ હતી. શ્રીલંકાને ૧૩ ઓવરમાં ૪૧ રને ઢેર કર્યા બાદ ભારતે ત્રણ ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વગર ૪૩ રન કરીને ૧૦ વિકેટે જીત મેળવી હતી.

ADVERTISEMENT
આજે દિલ્હીમાં જ ભારત પોતાની બીજી મૅચ ઑસ્ટ્રેલિયા સામે રમશે.


